મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

માર્ચ, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

વૈશ્વિક મહામારીમાં ભારતની મજબુત લડત..

       આમ તો ડોનાલ્ડ ટ્રંપ દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ કહેવાય, આખી દુનિયાને પોતાની આંગળી પર નચવી શકે એટલો પાવર એ માણસ ધરાવે છે પણ કોરોના વાઇરસના સંક્રમણ સામે લડવામાં આ નેતા વામણો પુરવાર થયો છે. અમેરીકામાં હાલમાં 55000 લોકો કોરોના વાઇરસથી સંક્રમિત છે, દીન-પ્રતિદિન આ આંકડો કુદકે- ભુસકે વધી રહ્યો છે. આમ છતાં ડોનાલ્ડ ટ્રંપ જેવો શક્તિશાળી નેતા પોતાના 33 કરોડની વસ્તીવાળા દેશને લોકડાઉન કરવાની હિંમત દાખવી શક્યો નથી. એને ચિંતા છે પોતાના દેશની ઇકોનોમીની. પોતાના દેશનાં નાગરિકોના મોતના ઢગલા ભલે થતાં પણ દેશનું અર્થતંત્ર બગાડવું નથી. આ છે એક પોતાને મહાન નેતા ગણાવાની ઘેલછા ધરાવતો રાષ્ટ્રપતિ.             બીજી તરફ દેશમાં ફક્ત 400 કોરોના સંકમિતો થતાં 133 કરોડની મહાકાય વસ્તીને લોકડાઉન કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો. આખી દુનિયા અચંબિત છે કે સાપ અને મદારીઓનો આ દેશ આવો નિર્ણય કઇ રીતે લઇ શકે. આ કંઇ નાનો-સુનો નિર્ણય નથી. એક રીતે આ 21 દિવસની સંપુર્ણ જવાબદારી સરકારે પોતાના માથે લઇ લીધી છે. દેશમાં અનાજ, દવાથી લઇ બધી જ મુળભૂત જરૂરીયાતોનો પુરવઠો સરકારે જોવાનો...