આમ તો ડોનાલ્ડ ટ્રંપ દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ કહેવાય, આખી દુનિયાને પોતાની આંગળી પર નચવી શકે એટલો પાવર એ માણસ ધરાવે છે પણ કોરોના વાઇરસના સંક્રમણ સામે લડવામાં આ નેતા વામણો પુરવાર થયો છે. અમેરીકામાં હાલમાં 55000 લોકો કોરોના વાઇરસથી સંક્રમિત છે, દીન-પ્રતિદિન આ આંકડો કુદકે- ભુસકે વધી રહ્યો છે. આમ છતાં ડોનાલ્ડ ટ્રંપ જેવો શક્તિશાળી નેતા પોતાના 33 કરોડની વસ્તીવાળા દેશને લોકડાઉન કરવાની હિંમત દાખવી શક્યો નથી. એને ચિંતા છે પોતાના દેશની ઇકોનોમીની. પોતાના દેશનાં નાગરિકોના મોતના ઢગલા ભલે થતાં પણ દેશનું અર્થતંત્ર બગાડવું નથી. આ છે એક પોતાને મહાન નેતા ગણાવાની ઘેલછા ધરાવતો રાષ્ટ્રપતિ.
બીજી તરફ દેશમાં ફક્ત 400 કોરોના સંકમિતો થતાં 133 કરોડની મહાકાય વસ્તીને લોકડાઉન કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો. આખી દુનિયા અચંબિત છે કે સાપ અને મદારીઓનો આ દેશ આવો નિર્ણય કઇ રીતે લઇ શકે. આ કંઇ નાનો-સુનો નિર્ણય નથી. એક રીતે આ 21 દિવસની સંપુર્ણ જવાબદારી સરકારે પોતાના માથે લઇ લીધી છે. દેશમાં અનાજ, દવાથી લઇ બધી જ મુળભૂત જરૂરીયાતોનો પુરવઠો સરકારે જોવાનો છે. વિકસિત દેશો અને નાની વસ્તી વાળા દેશોની સરકાર પણ આવા નિર્ણયો નથી લઇ શકી કેમ કે આવા સાહસી નિર્ણયો લેવા માટે છાતી જોઇએ. ચીન, ઇટલી, સ્પેન, અમેરિકા બધા જ લગભગ ઘુંટણિયે છે. આ એ બધા દેશો છે જેની મેડીકલ સુવિધાઓ ભારત કરતા હજારો-લાખો ઘણી આધુનિક છે. આમ છતાં તેઓ હાર માની ચુક્યા છે.
એવા સમયે દરેક દેશવાસી પોતાની જાતને એટલા નસીબનાં ધની માનજો કે વિશ્વની આ સૌથી મોટી મહામારી ના સમયમાં દેશમાં નરેન્દ્ર મોદી જેવા મક્કમ મનોબળ વાળા નેતા તમારા પ્રધાનમંત્રી છે. કોઇ પણ આછુકલા નેતા જો આ સમયે ભારતની બાગડોળ સાચવતા હોત તો આપણી પેઢીઓ ખલાસ થઇ જાય એમાં કોઇ શંકાને સ્થાન નથી. બધા સરકારના આદેશોનું પાલન કરીએ અને દેશનાં હિતને નજર સમક્ષ રાખી એક જવાબદાર નાગરિક તરીકે માત્ર ઘરમાં રહીને દેશ પ્રત્યેનું રુણ અદા કરીએ અને ભારતે વિશ્વગુરુ બનતાં જોવાના સાક્ષી બનીએ..

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો