![]() |
જો આપ એક કાર ના માલિક છો અને તમારી પાસે પોતાનું પાર્કિંગ નથી કે જેમાં તમે પોતાની કાર ને તડકાંથી બચાવી શકો તો આ વાત જાણી લો.
ઉનાળામાં જયારે 40 ડિગ્રી એ તાપમાન પહોંચે છે ત્યારે શક્ય છે કે તડકામાં ઉભી તમારી કારની અંદરનું તાપમાન 60 થી 70 ડિગ્રી સુધી પહોંચી જાય. હવે જયારે આપ આવી ગરમ કારમાં આપના પરિવાર સાથે બેસો તો કારની અંદરના પ્લાસ્ટિક વાળી ગરમ હવા તમારા ફેફસાને ઘણું નુકશાન પહોંચાડે અને વારંવાર આવું થવાના સંજોગોમાં ફેફસાનુ કેન્સર સુધી પણ નુકશાન થઇ શકે.
તો આના થી બચવાં શુ કરવું?
જયારે પણ ગરમીમાં બહાર પ્રવાસ કરવાનું થાય ત્યારે જવાના 10-15 મિનિટ પહેલા ગાડીના બધા કાચ ખોલી નાખી ગરમ હવા બહાર નીકળી જવા દેવી, શક્ય હોય તો ગાડી ચાલુ કરી એસી ચાલુ કરી કાચ અને દરવાજા ખુલ્લા કરી 5 મિનિટ રાખવું જેથી ફેફસાને નુકશાન કરતી હવા બહાર નીકળી જાય. એવા સંજોગોમાં કે જયારે તાત્કાલિક જવુ જ પડે એમ હોય અને 10 મિનિટનો પણ સમય ના હોય તો ગાડીના બધા કાચ ખુલ્લા કરી દઈ 8-10 કિલોમીટર સુધી પ્રવાસ કર્યા બાદ જ કાચ બંધ કરવાનો આગ્રહ રાખવો.
હાલમાં થયેલા એક સર્વે મુજબ સફેદ કલરની ગાડી આવા સંજોગોમાં અન્ય કલરની ગાડીઓ કરતા ઓછી ગરમ થાય છે જયારે કાળા રંગની ગાડી ખુબ વધારે પ્રમાણમાં ગરમ થાય છે. તો આપના પરિવારના સારા સ્વાસ્થ્ય માટે આવી નાની બાબતોનું ધ્યાન અચૂક રાખશો..

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો