માંડવી નગર એ પ્રાચીન માંડવી રાજ્યની રાજધાની હતું, ઘણા રાજધાનીના નગરો કાળક્રમે નાશ પામ્યા પણ માંડવી નગર આજે પણ ઐતિહાસિક તથ્યોને પાતાળમાં ધરબીને અડીખમ છે.
Buy Smartwatch on Discount.. Click on Link
આપણું માંડવી જ્યાં આવેલું છે ત્યાં રાજા-રજવાડાના સમયે જંગલો હતા જેમાં છૂટી-છવાઈ વસ્તી પણ વસવાટ કરતી.રાજ્યની શરૂઆતમાં રાજ્યની રાજધાની પીપલવાડા ગામે હતી. પીપલવાડાનાં રાજવંશના રાજાના સૈન્યનાં ઘોડાઓ પહેલાના સમયમાં ચરતા ચરતા માંડવી આવી જતા,
આ જોઈ રાજા ને રાજધાની માંડવી ખસેડવાનો વિચાર આવ્યો. રાજધાની ખસેડવા પહેલા માંડવા બાંધી ને પીપળવાડા રાજ્યના લોકો ને વસવાટ કરાવ્યો. આ માંડવાઓ પરથી માંડવી નામ પડ્યું હોવાનું જણાવાયું છે.
અન્ય એક મત મુજબ પીપળવાડા રાજ્યના કર્મચારીઓ ઘોડાની દેખરેખ માટે મંડપ બાંધી ને રહેતા,
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે સાત ઘોડાનું ચિત્ર ઘરમાં રાખવાથી નસીબ પણ ઘોડાની જેમ દોડે છે. નીચેની લીંક પરથી ઓર્ડર કરી ડિસ્કાઉન્ટ મેળવો, અને આજે જ ઘરમાં લગાવો..
ઘોડાની હાજરીએ માંડવીને વિકસાવ્યું એમ નગર નાં લોકો ને પણ ચોક્કસ ફળદાયી નીવડશે જ.
કાળક્રમે આ મંડપ ઉપરથી નગરનું નામ મંડપીપુર પડ્યું હોવાની ખાત્રી રાજા દુર્જનસિંહજી બીજા, વજેસિંહજી બીજા અને દુર્જનસિંહજી ત્રીજાના સિક્કાઓથી સાબિત થાય છે કારણકે આ સિક્કાઓ ઉપર મંડપીપુર નામ ઉત્કીર્ણ થયેલું છે વખત જતા મંડપીપુરનું માંડવી થયું.
હજુ એક વાત એવી પણ છે કે અન્ય રાજ્યોમાંથી આવતા માલસામાન પર કર વસુલવા માટે માંડવો પાડી જકાતનાકુ બનાવેલ જેના માંડવા પરથી માંડવી નામ થયું પણ આ વાતનાં કોઈ તથ્યો મળ્યા નથી..









ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો