આમ તો ગુજરાતમાં બે માંડવી આવેલા છે, જે પૈકી એક માંડવી સાગરના કિનારે જયારે બીજું એટલે કે આપણું માંડવી કે જે માઁ તાપીના રમણીય તટે આવેલું છે.
તાપી નદી નું ઉદ્દગામ સ્થાન મધ્યપ્રદેશનાં સાતપુડા પર્વતમાં આવેલું છે ત્યાંથી મધ્યપ્રદેશ અને મહારાષ્ટમાંથી પસાર થઇ ત્યારબાદ ગુજરાત થઇ અરબ સાગરમાં ભળે છે.
Boat કંપનીના વાયરલેસ ઈયરફોન ડિસ્કાઉન્ટ થી મેળવવા નીચે આપેલ લીંક ઉપર કલીક કરો..
તમે જોશો તો ચોમાસાની ઋતુ બાદ કરતા તાપી નદી ભાગ્યે જ બને કાંઠે વહેતી જોવા મળશે. વાળી રામેશ્વર તીર્થંક્ષેત્ર તરફ તો નાનકડું નાળું વહેતુ હોય તેટલો જ પ્રવાહ સામાન્ય રીતે જોવા મળે છે જયારે દત્ત મંદિર પછી કડોદ તરફ જતા પણ પથરા જ જોવા મળે છે, પણ આમ છતાં માંડવી નગરમાં જુના તૂટેલા પુલ થી લઇ દત્ત મંદિર સુધી બારેમાસ પાણી ખળખળ વહેતુ હોય છે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ આટલો વિસ્તારમાં ક્યારેય પાણી ઓછું થતા કોઈએ જોયું નહિ હોય તો આનું કારણ શુ??
વડીલો પાસે જાણવા મળ્યા મુજબ માંડવી માં એક સમયના રાજા ને એવી ચિંતા થઇ કે જો તાપી નદીમાં કોઈ દિવસ પાણી ઓછું થાય તો નગરના લોકો શુ કરશે, વળી તે સમયે માંડવી બંદર હતું તો પાણી ઓછું થવાના સંજોગોમાં માલની અવરજ્વર કઈ રીતે ચાલુ રાખવી? રાજા એ આ વાત એમના સલાહકારો ને જણાવી અને આનો ઉકેલ શોધવા માટે જણાવ્યું.
સલાહકારો એ તપાસ કરી રાજા ને જણાવ્યું કે નદીના પટ ને થોડો ઊંડો કરી નીચે પારો નાખવાથી આટલા વિસ્તારમાં ક્યારેય પાણીની અછતનો પ્રશ્ન સર્જાશે નહીં.
3 ટી-શર્ટ ફક્ત 400 રૂપિયામાં, ઓર્ડર લિંક નીચે આપેલ છે, ઓફર મર્યાદિત સમય માટે,
બસ રાજા એ આવું જ કર્યું, મળતી માહિતી મુજબ આજના તૂટેલા પુલ કે જ્યાં હવે નવો પુલ બન્યો છે ત્યાંથી લઇ દત્ત મંદિર સુધી નાં આખા પટને જે તે સમયે ઊંડો કરી ત્યાં પારો નાખવામાં આવેલ છે જેના લીધે તમે જોશો તો તાપી નદી ભલે ગમે ત્યાં સાંકડા પ્રવાહે વહેતી હશે પણ આટલા વિસ્તારમાં ક્યારેય પાણી ઓછું થતું જોવા મળતું નથી અને વડીલો નાં જણાવ્યા મુજબ એવુ થતું જોવા મળશે પણ નહિ.
તો આવો છે આપના ગોરવશાળી નગરનો ઇતિહાસ, જો માહિતી ગમે તો લિંક શેર કરી માંડવીનાં નિવાસી હોવાનું ગૌરવ લો.



Superb Information
જવાબ આપોકાઢી નાખો